આજ રોજ શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળામાં બાળકોને દાતાશ્રી દ્વારા મફત દફતર આપવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. જે પ્રોગ્રામમાં એસએમસીના સભ્ય અને મારુતિ મંડળના પ્રમુખ એવા શ્રી રાકેશભાઈ પટેલ, કોટેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને દાતા શ્રી અરવિંદભાઈ પટેલ તેમજ ધીરુભાઈ પટેલ ,તરસાલી વિસ્તારના કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ પટેલ , ઝોન 3ના નિરીક્ષક અને અમારા માર્ગદર્શક શ્રી વિપુલભાઈ પટેલ હાજર રહ્યા.
તથા જેમના તરફથી તરસાલી સ્કૂલના બાળકોને દાન પેટે સ્કૂલબેગ આપવામાં આવી તેવા શ્રી તેજસભાઈ બારોટ અને તેમનો પરિવાર પણ હાજર રહ્યો.
શ્રીપુષ્ટિ પ્રાથમિક શાળાના શિક્ષકગણ તથા વર્ગ ચાર ના કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપ્યો.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા અને શ્રી પુષ્ટિ પ્રાથમિક શાળા પરિવાર આપ સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે.





























ટિપ્પણી પોસ્ટ કરો